आंचलिक साहित्य

यहाँ पर आंचलिक साहित्य की रचनाओं को लिखा जा सकता है |

ઓળખાણ

ફેસબુક પર ઘણાં વખત થી વાત ચિત થતી . આ વાતચિત પ્રેમ માં ક્યારે પરિવર્તિત થયી ખબરજ ના પડી . ચોવીસ વરસ ની સુધા અને ત્રીસ વરસ નો અમ્રિત . હા આજ નામ થી એક બીજા ને ઓળખાણ આપી હતી . ઘર માં જુવાન દીકરી હોય એના માતા પિતા નો જીવ એનાંમાંજ પડ્યો હોય . ઉપયુક્ત સમય હતો એટલે દીકરી માટે એક પાત્ર ગોતવાનું ચાલુજ હતું . ઘરમાં કોઈને પણ સુધા ના પ્રેમ પ્રકરણ ની ખબર ન હતી .
એક દિવસ સુધા ને આ વાત ની ખબર પડી .એ કાયિન્ક કેહવા જાયે એની પહેલાજ પિતાજીએ કહ્યું ," દીકરા તારી માટે જે કરશું એ તારા ભવિષ્ય માટે સારુંજ હશે . "
સુધા બેમન થી તૈયાર થઇ . સાંજે છોકરા વાળા ઘેર આવ્યા . ચા પાણી નાસ્તા ની પ્લેટ લયી એને બોલાવી . નઝર પડી તો સામે અમ્રિત ને જોઈ એના હૃદય ના ધબકારા વધી ગયા . સાધારણ વાત ચિત થઇ .
અમ્રિત ના ઘર વાળાઓ ને સુધા ગમી અને સુધા ના ઘર વાળાઓ ને અમ્રિત . પછી જવાબ આપશું કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા .
થોડી વાર પછી એણે ફેસબુક ખોલ્યું એમાં અમૃત ક્યાંય ના દેખાણો .મેસે કરવા ગયી તો ખબર પડી કે અમૃતે એણે બ્લોક કરી દીધો હતો .
બીજા દિવસે એમને ફોને કર્યો કે અમૃતે ના પાડી છે . પણ એ સુધા સાથે વાત કરવા માંગે છે .
ફોન પર વાત થયા પછી સુધા ની આંખોં ભરાયી ગયી .એના મમ્મી પપ્પા એ પૂછ્યું તો એણે રડતા રડતા બધી વાત કહી અને સાથે એ પણ જે અમૃતે એણે કહ્યું , " સુધા હું તને ખુબ પ્રેમ કરું છું . પણ નેટ થી તે વગર ઓળખાણ સાથે એક છોકરી નું પ્રેમ કરવું એ હૂં સહન ન કરી શક્યો ."

મૌલિક અને અપ્રકાશિત